નરેન્દ્ર મોદીની જૂનમાં અમેરિકાની મુલાકાત દરમિયાન તેમને યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધવા માટેનું આમંત્રણ મળ્યુ છે. આ અંગે યુએસ હાઉસના સ્પીકરે ગુરૂવારે જણાવ્યું હતું.

યુએસ હાઉસના સ્પીકર પોલે જણાવ્યું હતું કે આ તેમના કાર્યકાળ દરમિયાનની કોંગ્રેસની પ્રથમ સંયુક્ત બેઠક હશે.

મોદી ભારતના પાંચમા વડાપ્રધાન બનશે જે યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. તેમજ 2005 બાદ પ્રથમવાર ભારતીય વડાપ્રધાન યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે.