સુરક્ષા મંત્રાલય દ્વારા સફળતાપૂર્વક પરિક્ષણ કરાયા બાદ ભારતની પ્રથમ પરંપરાગત સબમરીનનો ભારતીય નૌસેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની આ સૌપ્રથમ સબમરીન કલવરીનું મુંબઇ હાર્બર પર સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
કલવરી ભારતીય પ્રોજેક્ટ 75 હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના આ પ્રોજેક્ટ મુજબ 2020 સુધી કુલ 6 સબમરીન દરિયામાં તરતા મૂકવાનો લક્ષ્ય છે. આ સબમરીનને 2012માં નૌસેનામાં સમાવવાની હતી પરંતુ કેટલાક કારણોસર તારીખ આ વર્ષના સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/download-1024x217.jpg)