63મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતને ‘મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયેલ આ એવોર્ડને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. ફિલ્મ ટુરિઝમને પ્રમોટ કરવા બદલ રાજ્યને આ સન્માન પ્રાપ્ત થયું છે.

ગુજરાત ટુરિઝમે રાજ્યમાં ફિલ્મ ટુરિઝમનો વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 2013-14માં પણ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે ‘બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી પ્રમોશન’ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો.