કંબોલી ગામે કરા પડવાની સાથે વાવાઝોડા થી મકાનના છાપરા ઉડયા

ભરૂચ જીલ્લા ના વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો,પાલેજ માં કમોસમી વરસાદ વરસ્યો હતો તો કંબોલી ગામે કરા પાડવા ઉપરાંત વાવાઝોડાના કારણે મકાન નાં છાપરા પણ ઉડી ગયા હતા.

11

ભરૂચ જીલ્લા ના પાલેજ ખાતે વીજળીના ચમકારા કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદનું આગમન થતા નગરજનો અચંબામાં મુકાઇ ગયા હતા. લગભગ 10 થી 15 મિનીટ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડવાથી વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી. પર્યાવરની ખોરવાઇ રહેલી સમતુલા હવે માનવજાત માટે મુશ્કેલીઓ સર્જી રહી છે.પાલેજ પંથકના કીશનાડ, કંબોલી, ટંકારીયા, મેસરાડ, સીતપોણ વગેરે ગામોમાં પણ વરસાદ પડયાના અહેવાલ મળ્યા છે. આમ ભર ઉનાળે પાલેજ નગર સહિત પંથકના ગામોમાં જાણે અષાઢી માહોલ છવાયો હોય એવું વાતાવરણ સર્જાવા પામ્યું હતું.

13

કંબોલી ગામે કમોસમી વરસાદની સાથે કરા પડવાની સાથે વાવાઝોડાના કારણે મકાન ના છાપરા પણ ઉડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.