સરકારે દ્રઢ ઈચ્છા શક્તિ અને જન સહયોગ થી વિકાસના કાર્યો પાર પાડ્યા ,જણાવતા આનંદીબહેન પટેલ

ભરૂચ જીલ્લા ના વિવિધ પ્રજાલક્ષી કાર્યો ની ભેટ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ધરી હતી. શહેરની શોભા વધારતા માતરીયા તળાવ, કૃષિ વિદ્યાલય સહીત ના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

matariya

ભરૂચ શહેર ના માતરીયા તળાવને અંદાજીત રૂપિયા 5 કરોડ ના ખર્ચે નવા રંગ રૂપ આપવામાં આવ્યા છે.તેમજ કૃષિ વિદ્યાલય, હાઉસિંગ યોજના, અંકલેશ્વર ITI ભવન, ના લોકાર્પણ ની સાથે અંત્યોદય રેશન કાર્ડ તેમજ માં વાત્સલ્ય કાર્ડ નું વિતરણ સહિતના વિવિધ પ્રજાકીય કાર્યોની ભેટ મુખ્ય મંત્રીએ પ્રજાને અર્પણ કરી હતી.

mataria3

આ પ્રસંગે દૂધ ધારા ડેરી ખાતે જાહેર સભાને સંબોધન કરતા આનંદીબહેન પટેલે જણવ્યું હતું કે આ સરકારે દ્રઢ ઇચ્છાશક્તિ અને જન સહયોગ થી વિકાસ ના બહુવિધ કાર્યો પાર પડયા છે.તેમજ ભરૂચ કૃષિ વિદ્યાલય માં કન્યાઓની સંખ્યા બદલ તેઓએ ખુશી વ્યક્ત કરી હતી, જયારે સામાજિક જવાબદારી નાં ભાગ રૂપે GNFC તરફ થી શૌચાલય માટે 6 કરોડ ની સહાય ને સ્વીકારી ઉદ્યોગ ગૃહોને સામાજિક ક્ષેત્રે મદદ રૂપ થવા અપીલ કરી હતી.

matariya2

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ના હસ્તે ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને અન્ન બ્રહ્મ યોજના અને અંત્યોદય અન્ન યોજના હેઠળ અનાજનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

matariya5

આ પ્રસંગે રાજ્ય ના મંત્રી પ્રદીપસિંહ જાડેજા,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી, મહામંત્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, પ્રભારી સચિવ શાહમીના હુસેન,GNFC ના મેનેજીંગ ડીરેક્ટર રાજીવ ગુપ્તા, જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, જીલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.