બગદાદમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 93 લોકોના મોત નીપજ્યા હોવાનું તેમજ 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સદ્ર શહેરમાં ખૂબ જ વ્યસ્ત બજારમાં એક કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 70થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલાનો ભોગ બનેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ છે. કારણકે આ બ્લાસ્ટ બ્યુટી સલૂનની નજીક કરવામાં આવ્યો હતો. જેમાં ઘણી દુલ્હનો પણ હતી જે પોતાના લગ્નપ્રસંગ માટે તૈયાર થવા આવી હતી. હજી ઘણાં ઇજાગ્રસ્તોની હાલત ગંભીર જણાવાઇ રહી છે. જ્યારે બીજા બે બોમ્બ બ્લાસ્ટમાં 20થી વધુ લોકોના મોત થયા હતા.

d009f52c-55ac-4bcf-aa2f-53fab78fc632

હુમલા બાદ બગદાદમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. આઇએસઆઇએસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે આ હુમલા શિયાઓની વસ્તી ધરાવતા એરિયામાં કરવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.