ભરૂચ એલસીબી પોલીસે દારૂ તેમજ ટ્રક મળીને 13.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ એલસીબી પોલીસે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8 નબીપુર પાસે થી બીયર ભરેલ ટ્રક સાથે ચાલક ની ધરપકડ કરી હતી જયારે અન્ય બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

ભરૂચ નબીપુર ને.હા.નં 8 પરથી એલસીબી પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રક ને ઝડપી લીધી હતી.ટ્રકમાં તલાસી લેતા તેમાંથી બીયર નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ બીયરના જથ્થા સાથે ટ્રક ચાલક સંતોષ ગણેશભાઈ યાદવ ની ધરપકડ કરી હતી,જયારે તેના અન્ય બે સાથીદારો સનદ પટેલ તેમજ રાજુ બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કાર્ય છે.

એલસીબી પોલીસે બીયર,ટ્રક તેમજ એક નંગ મોબાઈલ મળીને કુલ રૂપિયા 13.61 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.