અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર

અંકલેશ્વરના મેઘના આર્કેડ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકસવારનું ગંભીર ઇજાઓને કારણે કરૂણ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત પોલીસ સૂત્રિય માહિતી અનુસાર અંકલેશ્વરની જનકવાટીકા સોસાયટીમાં રહેતા 40 વર્ષિય રાકેશકુમાર રમેશચંદ્ર જગુવાલા પોતાની મોટરબાઇક લઇને શહેરના મુખ્ય માર્ગ ચૌટાનાટા પાસે આવેલ મેઘના આર્કેડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે અરસામાં એક ટ્રકચાલકે ટ્રકને રમરમાટ હંકારી બાઇકસવાર રાકેશ જગુવાલાને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો.

1

સર્જાયેલા અકસ્માતમાં રાકેશ જગુવાલાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.

બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રકચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.