ભરૂચ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા વાગરા પ્રિન્સીપાલ સિવિલ જજ ના સંયુક્ત ઉપક્રમે કાનૂની શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવું હતું.
આ પ્રસંગે વાગરા પ્રિન્સીપાલ સિવિલ જજ પી.જે.ચૌધરી,એડી.સિવિલ જજ એમ.એસ.આમલાણી,વાગરા વકીલ મંડળ,ટી.ડી.ઓ,તાલુકા પંચાયત પ્રમુખ,ઉપ પ્રમુખ,તાલુકા સદસ્યો,નાયબ મામલતદાર,ખેડૂતો,તલાટીઓ તથા કોર્ટ સ્ટાફના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વકીલ એમ.જે.રાજે અનુસુચિત જાતિ અને જન જાતિ ને મળતા સરકારી લાભો વિષયક યોજનાઓ ની વિશેષ સમજ આપી હતી.એડવોકેટ એમ.વાય.પટેલે ખેડૂતો ને મળતા સરકારી લાભ બાબતે તથા એડવોકેટ જે.એમ.કાદરી એ નશીલા દ્રવ્યો ના સેવન થી થતી આડઅસરો અને તેનાથી મુક્તિ કઈ રીતે મેળવી શકાય તે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/vagra-2.png)