અંદાજીત ૧૧.૫૦ કિ.મી લંબાઈનો માર્ગ રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે બનશે
અંકલેશ્વર તાલુકાનાં પાંચ ગામોને જોડતા માર્ગની ખાત મુર્હત વિધી તા-૧૯ મીનાં રોજ યોજાઈ હતી.
અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા, કાપોદ્રા, બાકરોલ, ખરોડ અને ભાદી ગામોને જોડતો માર્ગ બનાવવાની લોકમાંગ વર્ષોથી ઉઠવા પામી હતી. જે અંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજય સરકારમાં રજુઆત કરવામાં આવી હતી અને રાજયનાં માર્ગ અને મકાનમંત્રી નીતિન પટેલે રૂ. ૭.૫૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરી હતી.
જે રસ્તાની કામગીરીનાં પ્રારંભ અર્થે તાલુકા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ, જીલ્લા પંચાયત સભ્ય સહિતનાં ભાજપાના આગેવાનો, હોદ્દેદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતીમાં માર્ગની ખાતમુર્હત વિધી કરવામાં આવી હતી.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/road-2.png)