ભારતની મુલાકાતે આવેલા એપલના સીઇઓ ટીમ કુકે વડાપ્રધાન નિવાસ ખાતે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન મોદીએ ‘નરેન્દ્ર મોદી મોબાઇલ એપ’નું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા બદલ ટીમ કુકનો આભાર માન્યો હતો.
Thank you @tim_cook! Friends, welcome & happy volunteering. Your views & efforts are always enriching.
મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી મોબાઇલ એપ’નું લેટેસ્ટ વર્ઝન લોન્ચ કરવા બદલ હું ટીમ કુકનો આભારી છું.
મોદીએ વધુમાં કહ્યું હતું કે આ લેટેસ્ટ વર્ઝનવાળી ‘નરેન્દ્ર મોદી મોબાઇલ એપ’ સ્વૈચ્છિક નેટવર્ક ધરાવે છે. તેમણે નવા ફીચર નેટવર્ક અંગે લોકોને જાણ કરી હતી.
