ભારત સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીનાં લે. ગવર્નરપદે ટોચના પોલીસ અધિકારીમાંથી રાજકારણી બનેલાં કિરણ બેદીની નિયુક્તિ કરી છે. કિરણ બેદી ભારતનાં પહેલાં મહિલા આઈપીએસ અધિકારી હતાં.
૨૦૧૫માં કિરણ બેદી રાજકારણમાં પ્રવેશી ભાજપમાં જોડાયાં હતાં. ભાજપે કિરણ બેદીને આપના સીએમપદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ સામે ભાજપના સીએમપદના ઉમેદવાર તરીકે ઉતાર્યાં હતાં. કેજરીવાલ સામે ભાજપના કરુણ રકાસ માટે કિરણ બેદીને જવાબદાર ગણાવાયાં હતાં.
રવિવારે રાષ્ટ્રપતિની કચેરી દ્વારા જારી કરાયેલાં નિવેદનમાં બેદીની નિયુક્તિની જાહેરાત કરાઈ હતી. ઘોષણા બાદ બેદીએ જણાવ્યું હતું કે, શાસનની બાબતમાં હું વિશ્વાસપાત્ર છું અને હું તે વિશ્વાસ જાળવી રાખીશ.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)
