ચૂંટણી ને લઇ ઉદ્યોગ આલમ માં ગરમાટો આવ્યો

અંકલેશ્વર ઉદ્યોગ વસાહત ના માળખાની દેખરેખ રેખ રાખતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની ચૂંટણી ની જાહેરાત થઇ ગઈ છે.અને ઉમેદવારો ની પસંદગી માટે ની તૈયારીઓ પેનલો દ્વારા શરૂ કરવામાં આવી છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી આગામી તારીખ 30મી જુન ના રોજ ઉદ્યોગ મંડળ ના સંકુલ ખાતે યોજાશે.ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 07/06/2016 છે.જયારે ત્યારબાદ તારીખ13/06/2016ના રોજ ઉમેદવારી પત્રો ચકાસવામાં આવશે અને માન્ય ઉમેદવારોની યાદી તારીખ 15/06/2016ના રોજ જાહેર કરવામાં આવશે તેમજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 20/06/2016 હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની ચૂંટણી માં સહયોગ અને સંકલ્પ બે પેનલ વચ્ચે રસાકસી ભર્યો જંગ સર્જાય છે.ત્યારે બંને પેનલો એ ચૂંટણી ની તારીખ જાહેર તથા જ ઉમેદવારી પસંદગી ની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળે છે.