73 વર્ષ અગાઉ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયેલ બ્રિટિશ સબમરિન 71 મૃતદેહો સાથે ઇટાલીના દરિયા કિનારેથી મળી આવ્યું છે.

તાવોલારા ટાપુ નજીકથી મરજીવાઓની ટુકડીને 100 મીટરની ઉંડાઇએથી 1,290 વજનનું એક વહાણ મળી આવ્યું હતું.આ સબમરિન ટ્રેસ થયા વિના 2 જાન્યુઆરી, 1943ના રોજ ગાયબ થઇ ગયું હતું. માનવામાં આવે છે કે ઓલ્બિયાની ખાડીમાં માઇન્સ દ્વારા તેના પર હુમલો થયો હતો.

99088701_Sardinia_2_FOREIGN-large_trans++d5_sWj-Hu5YV1uSoc_Px3v9OeoYGZmePWsTvlGEiYZQ

રિપોર્ટ મુજબ આ સબમરિન 28 ડિસેમ્બર, 1942ના રોજ પોતાના પ્રથમ મિશન પર જવા માલ્ટાથી રવાના થયું હતું. ત્યારે તેમણે લા મદલેના બંદર પર સબમરિન લંગાર્યું હતું.

31 ડિસેમ્બર, 1942ના રોજ છેલ્લુ સિગ્નલ આપીને સબમરિન ગાયબ થઇ ગયું હતું. તેથી, સૈન્ય અધિકારીઓએ એવું માની લીધુ હતું કે સબમરિન ડૂબી ગયું છે.

99088878_Sardinia_FOREIGN-large_trans++NcQjVXBH51qAXCMjhm58lRJQx-TkWCfnOICCD5QckAs

સબમરિનનો મલબો એકદમ સારી સ્થિતીમાં મળી આવ્યો હતો. વિસ્ફોટકના કારણે તેમાં થોડું જ નૂકસાન પહોંચ્યું હતું.તેના પરથી અંદાઝ લગાવવામાં આવી રહ્યો છે કે સબમરિનમાં રહેલા લોકો ઓક્સિજનના અભાવના કારણે મોતને ભેટ્યા હશે.