વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે વડાપ્રધાન કાર્યાલયની વેબસાઇટ અન્ય 6 ભાષાઓમાં આજે લોન્ચ કરી છે. આ છ ભાષાઓમાં બંગાળી, મરાઠી, ગુજરાતી, મલયાલમ, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે. વેબસાઇટ લોન્ચ કર્યા બાદ સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે છ ભાષાઓમાં PMOની વેબસાઇટ લોન્ચ કરીને ખુશી થઇ.

Sushma Swaraj

Glad to inaugurate 6 language versions of @PMOIndia’s website. This will go a long way in deepening PM @narendramodi’s connect with people.

વધુમાં સુષ્માએ ટ્વિટર પર જણાવ્યું હતું કે એનડીએ સરકાર દેશભરના લોકો સાથે તેમની ભાષામાં જોડાવામાં માને છે. આ તેના માટેનો જ એક પ્રયત્ન છે.

Sushma Swaraj

NDA Govt is a firm believer in connecting with people across India in their preferred language. These site versions are part of that effort.

તેમણે ઉમેર્યું હતું કે પ્રાદેશિક ભાષામાં રહેલ આ વર્ઝનના કારણે વિકાસ માટે સરકારે કરેલ કાર્યસૂચિ અંગે વધુ ચર્ચા વિચારણ કરવાની તક મળશે. તેમણે લોકોને પ્રાદેશિક ભાષાની આ વેબસાઇટની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.

Sushma Swaraj

I urge you all to visit these language sites.

વડાપ્રધાન નરેન્દ મોદીએ 6 પ્રાદેશિક ભાષાઓમાં પીએમઓ વેબસાઇટ લોન્ચ કરવા બદલ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો.