0.5 ટકા કૃષિ કલ્યાણ સેસ લાગુ પડશે

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા લી જુન થી 0.5 ટકા કૃષિ કલ્યાણ સેસ લાગુ કરવાની અગાઉ જાહેરાત કરી હતી.જે મુજબ હવે સર્વિસ ટેક્ષ 14.5 ટકા ના બદલે 0.5 ટકા ના વધારા થી 15 ટકા લાગુ પડશે.માત્ર એક વર્ષમાં જ 2.64 ટકા ટેક્ષ વધારો થયો છે.

ટેક્ષ માં વધારો થતા તમામ સર્વિસ જેવી કે મોબાઈલ ડીટીએચ,વીજળી,પાણી,રેસ્ટોરન્ટમાં જમવાનું રેલવે અને હવાઈ ટીકીટ,બેન્કીંગ,વીમા,લગ્ન સમારોહ,બેન્ક ડ્રાફ્ટ,ફંડ ટ્રાન્સફર,એસએમએસ એલર્ટ,માલવાહન,પાર્લર સર્વિસ,સ્પા સલુન સહીત તમામ સેવાઓ મોંઘી થશે.