અંકલેશ્વર તાલુકાના પુનગામનાં યુવા ખેડૂતે કૃક્ષિ ક્ષેત્રે સફેદ ચંદનનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે.

અંકલેશ્વર તાલુકામાં સામાન્ય રીતે ખેડૂતો શેરડી, કેળ, તુવેર તેમજ શાકભાજીનું વાવેતર કરે છે, પરંતુ પુનગામનાં યુવા ખેડૂત દિનેશ ગણપત પટેલે સફેદ ચંદનનું વાવેતર કરીને કૃષિ ક્ષેત્રે સાહસિક પગલુ ભર્યુ છે. તેઓએ અંદાજીત ત્રણ વિંગા જમીનમાં કૃષિ નિષ્ણાંતોનાં માર્ગ દર્શન હેઠળ ૫૦૦ જેટલા સફેદ ચંદનનાં છોડોનું વાવેતર કર્યુ છે.

45ea2f91-5d13-40e1-95c0-6cf35d224966

યુવા ખેડૂત દિનેશ પટેલે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સફેદ ચંદનનાં વાવેતરની સામે તેની આસપાસ તુવેર તેમજ તુલસીના છોડોનું પણ વાવેતર કરવુ ફરજીયાત છે.એક આશ્ચર્ય મુજબ સફેદ ચંદનના છોડને પહેલા બે વર્ષ પોતાના મૂળીયા હોતા નથી તેથી આસપાસ તુવેરે તેમજ તુલસીનાં છોડનાં મૂળીયા ઉપર વૃધ્ધિ અર્થે આધાર રાખે છે. ત્રીજા વર્ષથી પોતાના મૂળીયા મેળવે છે. સફેદ ચંદનને ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થવામાં ૬ થી ૧૨ વર્ષનો સમયગાળો લાગે છે.આમ નજીવા ખર્ચે સફેદ ચંદનની ખેતી થાય છે. પરંતુ જયારે તે પૂર્ણ કદનાં વૃક્ષમાં રૂપાંતરિત પામે છે ત્યારે તેની કિંમત લાખો રૂપિયામાં અંકાય છે. સાહસ અને ધૈર્ય માંગી લેતી સફેદ ચંદનની ખેતી તરફ આમતો જુજ ખેડૂતો જ ઢળ્યા છે. કારણકે પ્રારંભિક તબક્કે ખુબ જ માવજત માંગે છે અને સફેદ ચંદનને અમુલ્ય પણ ગણાતુ હોવાથી તેની સુરક્ષા પણ વિશેષ રાખવી પડે છે.

જાણવા મળ્યા મુજબ ચંદનનાં વૃક્ષનું વેચાણ મામલતદાર કચેરી દ્વારા નિર્ધારીત પરવાનેદાર વેપારીને થાય છે. આમ સફેદ ચંદનનાં ભાવ ખેડૂતોને સરકારી અંકુશ હેઠળ મળે છે. જે એક રીતે ખેડૂતોને આર્થિક સલામતી પણ પુરી પાડે છે.