વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના પ્રવાસે ગયેલા છે. હાલમાં તેઓ સ્વિત્ઝરલેન્ડની મુલાકાતે છે. તેઓ જીનીવામાં સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ જોહાન સ્નાઇડર અમ્માન સાથે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે.

CkQTiwoW0AAXPeT

પત્રકાર પરિષદમાં મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો મળીને વિકાસની નવી ગાથા લખી શકે છે. તેમણે કહ્યું હતું કે આજે સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે ઘણી સકારાત્મક ચર્ચા થઇ. પાવર, બેંકિંગ અને ઇન્ફાસ્ટ્રક્ચર જેવા ઘણાં ક્ષેત્રો છે જ્યાં તમે રોકાણ કરી શકો છો.

CkQXwkoWgAAVQ1a

મોદીએ જણાવ્યું હતું કે વધુમાં વધુ સ્વિસ નાગરિકો ભારત આવે. અમે તેમના માટે ઇ-વિઝાની વ્યવસ્થા કરી છે.

CkQb5SPWYAAuWlO

આ પ્રસંગે સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ જોહાન સ્નાઇડર અમ્માને જણાવ્યું હતું કે ભારત અને સ્વિત્ઝરલેન્ડ ટેક્સ ચોરી રોકવા માટે પોતાના સ્તરે ગંભીર પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે મોદીએ જણાવ્યું હતું કે કર ચોરી રોકવી તે અમારી પ્રાથમિકતા છે. આપણે કાળા નાણાંની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છીએ.