ભરૂચ ના નબીપુર થી લઈને અંકલેશ્વર પાનોલી પછી કોસંબા સુધી સેંકડો વાહનોની કતાર લાગી

ભરૂચ રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 વાહન ચાલકો માટે ત્રાસ દાયક બની ગયો છે. NHAI અને L&T દ્વારા સરદાર બ્રીજ નું આયોજન વગર નું સમારકામ શરૂ કરવામાં આવતા બુધવાર ની રાત્રિ થી ચક્કાજામ થયો હતો જે બે દિવસ સુધી યથાવત રેહશે.

ભરૂચ ના નબીપુર થી માંડીને અંકલેશ્વર પાનોલી થી પણ આગળ સુધી વાહનો ની લાંબી કતાર લાગી છે. જીલ્લા પ્રશાસન નું માનીએ તો હાઈવે પર રિપેરિંગ નું કામ શરૂ કરવામાં આવતા બ્રીજ ને એક માર્ગીય કરવામાં આવ્યો છે જેના કારણે વાહનો ચક્કાજામ માં ફસાયા છે.

ભરૂચ જીલ્લા ની ઔદ્યોગિક વસાહત માં આવતા અને માલ સમાન લઇ પરત જતા વાહનો પણ ટ્રાફિક માં ફસાતા ઉદ્યોગ એકમો એ પણ મટીરીયલ નાં આયાત નિકાસ પર બ્રેક લગાવવી પડી છે.ને.હા.નં 8 ચિક્કાર જામ થવાના કારણે ગોલ્ડન બ્રીજ જુના ને.હા.નં 8 પણ ટ્રાફિક સર્જાયો છે.જેના કારણે વાહન ચાલકો એ અંકલેશ્વર નાં આંતરિક રસ્તાઓ પરથી પસાર થવાનું શરૂ કરતા હાઈવે ને જોડતા તમામ માર્ગો પણ વાહનો નાં ભારણ થી જામ થઇ ગયા છે.

d7be8ba0-143a-4165-a8ae-5a76a32b5388

સમગ્ર સંજોગો નો ચિતાર આપતા ભરૂચ જીલ્લા સમાહર્તા સંદીપ સાંગલે એ જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે સરદાર બ્રીજ, ઝાડેશ્વર ચોકડી, મુલદ ચોકડી સહીત ના માર્ગ નું સમારકામ અત્યંત જરૂરી હોય હાલ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જોકે ટ્રાફિક ની સમસ્યા ને પહોંચી વળવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.gsMalik

હાલ ટ્રાફિક ની સમસ્યા ભરૂચ, અંકલેશ્વર થી પાનોલી ની આગળ કીમ સુધી પહોંચવા પર છે ત્યારે જીલ્લા પોલીસ ના જવાનો અને અધિકારીઓ ગત રાત્રી થીજ ખડે પગે ટ્રાફિક ની સમસ્યા નું નિરાકણ લાવા મથી રહ્યા છે. વડોદરા રેંજ ના પોલીસ મહા નિરીક્ષક જી એસ મલીકે એક વાતચીત માં જણાવ્યું હતું કે સરદાર બ્રીજ થી થઇ રહેલા ટ્રાફિક ને કંટ્રોલ માં લાવા ભરૂચ ના જુદા જુદા પોલીસ મથકો થી 200 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ ને કામે લગાડવામાં આવ્યા છે.

અંકલેશ્વર પીરામણ ગામ,વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી,ગડખોલ માંડવા રોડ,અંદાડા પાટિયા,રાજપીપળા ચોકડી રોડ સહિત નાં તમામ માર્ગો પર ટ્રાફિક જ ટ્રાફિક સર્જાયો છે.અને જીલ્લા નું પોલીસ તંત્ર પણ ટ્રાફિક ને ઉકેલવા માટે મથામણ કરી રહ્યું છે.

final2

તારીખ 8મી ની રાત્રિ થી અંકલેશ્વર હાઈવે પર ટ્રાફિક માં ફસાયેલા એક ટ્રક ચાલકે પણ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાત્રિ થી તેઓ ટ્રાફિક માં ફસાયા છે અને હજી અંકલેશ્વર માં જ છે,સમય અને ઈંધણ નો વ્યય કર્યા બાદ પણ તેઓ પોતાના નિશ્ચિત સમયે ટ્રક લઈને પહોંચી શક્યા નથી.

final traffic

અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ નગરીમાં ફરજ બજવતા કર્મચારીઓ,કામદારો એ પણ ચક્કાજામ માં અટવાય ગયા હતા અને સમયસર પોતાની ફરજ પર પહોંચી શક્યા ન હતા.વધુમાં આટલો ભારે ટ્રાફિક હોવા છતાં પણ ઘણાખરા વાહન ચાલકો એ ઉતાવળે વાહન ટ્રાફિક ની બહાર કાઢવાની લાહ્યમાં વાહનો ભટકાય રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે,જેનાં કારણે વાહન ચાલકો વચ્ચે ચકમક સર્જાતા આગળ ખાય અને પાછળ કુવા જેવી પરિસ્થિતિ સર્જાય રહી છે.