ધોલેરાના હેબત પુરા પ્રાથમિક શાળા માં ગુજરાત ના મુખ્યમંત્રી નાં સચિવ અજય ભાદુ વિશેષ ઉપસ્થિતિ રહ્યા

ગુજરાત ની આનંદીબહેન પટેલ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ તેમજ ગુણોત્સવ થકી બાળકો માં છુપાયેલી શિક્ષણ ની પ્રતિભાને ખીલવવા તેમજ શાળામાંથી ડ્રોપ આઉટ રેસ્યો ખતમ કરવા માટે ના સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે સરકાર ના નેતાઓની સાથે સાથે ઉચ્ય અધિકારીઓ એ પણ બાળકો પાસે શાળામાં જઈ શિક્ષણની ગુણવતા ચકાસવાની હોય છે.

w ajy 2

આજે તારીખ 10 જુન ના રોજ ધોલેરાના હેબતપુરા પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ તેમજ ગુણોત્સવ માં રાજ્ય ના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ના સચિવ અજય ભાદુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ બાળકો માંથી ભણતરનો ડર દુર કરવા માટે બાળકો સાથે જ ભૂમિ પર બેસીને તેમની સાથે અભ્યાસ ને લગતી વાતચીત કરીને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.આ ઉપરાંત વિદ્યાર્થીઓ ને શિક્ષક સમોવડિયા બનાવી ને બોર્ડ ઉપર તેઓ પાસે લખાવીને અક્ષર જ્ઞાન થકી વિદ્યાર્થીઓની ગુણવત્તા તપાસી હતી અને જરૂરી માર્ગ દર્શન પુરૂ પાડયું હતું.

w ajay 3

એક ઉચ્ય અધિકારી અને રાજ્ય ના મુખ્યમંત્રી ના સચિવ હોવા છતાં એકદમ નિખાલસ સ્વભાવ ધરાવતા અજય ભાદુ સાથે વિદ્યાર્થિઓ પણ એકદમ સરળતા થી અને સહજતા થી મનમાંડી ને ભણ્યા હતા.

આ ઉપરાંત અમરેલી જીલ્લામાં ગુજરાત માહિતી ખાતા નાં નિયામક એ.જે.શાહ એ પણ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ માં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ ને શાળાકીય અભ્યાસ સહિત ની તમામ પ્રવૃત્તિ ઓ માં ભાગ લઈને ઉત્તમ કારકિર્દી ગઢવા માટેની ચાવી રૂપ માહિતી આપી હતી.