દિલ્હીમાં જંતર-મંતર ખાતે મંગળવારે હિન્દુ સેના દ્વારા અમેરિકન પ્રમુખ પદની ચૂંટણી માટેના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો બર્થ ડે મનાવવામાં આવ્યો હતો.
હિન્દુ સેના દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટર સાથે બર્થ ડેની ઉજવણી કરાઇ હતી. અહીં, સેનાના કાર્યકરો દ્વારા બલૂન્સ અને બર્થ ડે કેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સેનાએ ટ્રમ્પને માનવતાના તારણહાર અને ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધના મસિહા ગણાવ્યા હતા.
હિન્દુ સેનાના કાર્યકરોએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પને પોતાનો હીરો માને છે. તેથી તેમના બર્થ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય માટે હિન્દુ સેના દ્વારા મે, 2016માં હવન પણ કરાવવામાં આવ્યો હતો.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/hindu-sena-1.jpg)