પોરબંદરના રાણા કંડોરણા ગામમાં છેલ્લા 20 દિવસથી પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહેલી મહિલાઓએ નેશનલ હાઇ વે પર ચક્કાજામ કર્યો હતો.
આ વર્ષે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં ભાગોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ઘણાં વિસ્તારોમાં પીવાના પાણીની અછત વર્તાઇ રહી છે ત્યારે પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ પોતાનો વિરોધ દર્શાવવા આ રસ્તો અપનાવ્યો હતો.
ચોમાસાની શરૂઆત થવામાં હજી થોડાં દિવસો બાકી છે ત્યારે પાણીની સમસ્યાને કારણે લોકો હેરાન થઇ ગયા છે. રાણા કંડોરણા ગામ ખાતે પણ છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી આપવામાં આવ્યું નથી. તેથી ગામની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં આ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં તેમની રજૂઆતોને ધ્યાને ન લેવાતા મહિલાઓએ પોતાનો વિરોધ દર્શાવવા નેશનલ હાઇ વે પર ચક્કાજામ કરી દીધો હતો.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/mahila-water-2-1024x768.jpg)