લક્ઝરી કારના સેગમેન્ટમાં દબદબો ધરાવતી રોલ્સ રોયે લંડનમાં એક ઇવેન્ટ દરમિયાન તેમની નવી લક્ઝરી કાર ‘વિઝન નેકસ્ટ 100’ કન્સેપ્ટ રજૂ કર્યો હતો.

rols 1

રોલ્સ રોયની આ નવી કાર 20 ફુટ લાંબી અને 5 ફુટ ઉંચી હશે. આ કાર સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. એલિએનર નામનું કોમ્પ્યુટર આ કારને ઓપરેટ કરશે. તેનો અર્થ એવો થયો કે કાર ચલાવવા માટે ડ્રાઇવરની જરૂર નહી રહે.

આ પ્રસંગે કંપનીના સીઇઓ ટોસ્ટન મુલર ઓટવસે કહ્યું હતું કે આ કારને પ્રદર્શિત કરીએ તે પહેલાં અમે વિચાર્યું હતું કે અમે ઇતિહાસનું પુનરાવર્તન નહી કરીએ. તેથી, અમે ઇનોવેશન પર વધારે ભાર મૂક્યો. તે સાથે જ અમે ડિઝાઇનમાં પણ ધરખમ ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું.

rols 3

જોકે, લુક્સમાં જોવા જઇએ તો આ ફ્યુચર કારને જોઇને અંદાજ લગાવી શકાશે કે તે રોલ્સ રોયની કાર છે.