Connect Gujarat
દેશ

દેશભરમાં મોટા પ્રમાણમાં લોકોએ કરી વિશ્વ યોગા દિવસની ઉજવણી

દેશભરમાં મોટા પ્રમાણમાં લોકોએ કરી વિશ્વ યોગા દિવસની ઉજવણી
X

દેશની રાજધાની દિલ્હીમાં બીજો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવામાં આવ્યો તો. જેમાં મોટા પ્રમાણમાં દિલ્હીવાસીઓએ ભાગ લીધો હતો.

સવારે 5:30 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં આશરે 10,000 વોલેન્ટીયર જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ, પોલિટિકલ નેતા, પોલીસ અધિકારીઓ, સુરક્ષા દળોના કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓના કાર્યકરોનો સમાવેશ થયો હતો.

યુ.એન.ની જનરલ એસેમ્બલીએ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.

શહેરી વિકાસમંત્રી એમ.વૈંકેયા નાયડુ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ અને બીજેપીના સાંસદ મીનાક્ષી લેખીએ પણ હજારો લોકો સાથે આસન કર્યા હતા.

જ્યારે ચંદીગઢ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં હેલ્થ ઇશ્યોરન્સ પોલીસ નહોતી પરંતુ યોગા દ્વારા લોકો કંઇ પણ ખર્ચ કર્યા વિના પોતાના સ્વાસ્થયનું એશ્યોરન્સ મેળવતા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધીમે ધીમે યોગા પ્રોફેશનલ થઇ રહ્યા છે. તેના થકી દુનિયાભરમાં ઘણાં લોકો રોજગાર મેળવી રહ્યા છે. વિશ્વના ઘણાં દેશોમાં 24 કલાક યોગા પ્રસારિત કરતી ટીવી ચેનલો પણ છે.

તેમણે ઉમેર્યું કે આજના સમયમાં આપણે પોતાની જાતથી અલગ થઇ ગયા છે. યોગા તમને તમારી જાત સાથે કનેક્ટ કરવામાં મદદ કરે છે. તેમણે લોકોને જણાવ્યું હતું કે જેમ મોબાઇલ તમારા જીવનનો હિસ્સો બની ગયા છે તેમ યોગાને પણ તમારા જીવનનો હિસ્સો બનાવો અને યોગ થકી ડાયાબિટીસ મુક્ત ભારત બનાવવા નું તેઓએ સંબોધન માં જણાવ્યું હતુ.

Next Story