રાજકોટમાં આશરે 2000 મહિલાઓએ એકસાથે યોગા કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. બીજા વિશ્વ યોગા દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ લગભગ સવા કરોડ લોકોએ ભાગ લીધો હતો.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્યપાલ ઓ.પી.કોહલી તેમજ અન્ય ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓએ ભાગ લીધો હતો.

રાજકોટમાં 2000 ગર્ભવતી મહિલાઓએ એકસાથે યોગા કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો. જ્યારે આ જ ગ્રાઉન્ડ પર 8000 બાળકોએ માનવ સાંકળ રચી અન્ય રેકોર્ડ બનાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટર્સ, બીજેપીના નેતાઓ અને અન્ય 30,000 લોકો સાથે 40 મિનિટ સુધી આસનો કર્યા હતા.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ કે.એસ.ઝવેરી પણ અન્ય લોકો સાથે યોગા કાર્યક્રમમાં જોડાયા હતા.