મંગળવારે બિહારમાં ચોમાસાની શરૂઆત થઇ હતી. પરંતુ થોડાંક જ કલાકોમાં વરસાદની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી.

બિહારમાં પ્રથમ વરસાદ દરમિયાન વીજળી પડવાથી આશરે 50 કરતા વધુ લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ વીજળી પડવાથી સાસારામમાં 7, પટના તથા ભભુઆમાં 5-5, ઓરંગાબાદ અને બક્સરમાં 4-4, છપરા, કટિહાર અને સહરસામાં 3-3, પૂર્ણિયા તથા મૂંગેરમાં 2-2 કિશનગંજ, આરા, ગયા, પશ્ચિમ ચંપારણ તેમજ બિહારશરીફમાં એક-એકના મોત થયા છે.

પરિસ્થિતીની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે બેઠક યોજી હતી.