લોકતંત્રમાં મનકી બાત નાં કાર્યક્રમની લોકો મજાક ઉડાવે છે, જણાવતા મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રેડિયો કાર્યક્રમ મનકી બાત ના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ.
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે વાત કરી હતી અને ટીકાકારોને જવાબ આપતા તેમણે જણાવ્યુ હતુ કે લોકતંત્રમાં મનકી બાતનાં કાર્યક્રમની મજાક ઉડાવવામાં આવે છે. અને તેની ટીકા પણ કરે છે. જો કે ૨૬ જુન ૧૯૭૫ નો દિવસ હતો ત્યારે લોકતંત્રને દબાવવાનો પ્રયાસ કરતા ઈમરજન્સી લાદવામાં આવી હતી.
મનકી બાત કાર્યક્રમ થકી મોદીએ ખેડૂતોને સારા વરસાદની શૂભકામનાઓ પણ પાઠવી હતી. ખેડૂતોની જેમ વૈજ્ઞાનિકો પણ ઘણી મહેનત કરી રહયા છે. યુવાનોએ વિજ્ઞાન તરફ રસ ધરાવવો જોઈએ. ઉપરાંત ઓછા ખર્ચે ઉપગ્રહ લોન્ચ કરવાના વિશ્વાસને ડેવલપ કર્યા બાદ સમગ્ર વિશ્વ ભારત તરફ વધ્યુ છે.
વધુમાં મોદીએ ભારતીય વાયુસેનામાં મહિલા લડાકુ પાયલોટની પ્રથમ બેચ જોડાતા તેમને અને તેમના પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. વિશ્વ યોગદિનને ભારતમાં ૧ લાખ સ્થળોએ યોગ કરવામાં આવ્યા તેમજ સરકારે યોગ ડે પર સુર્ય નમસ્કારનાં મુદ્દાઓ વાળી પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરી છે. જે અંગે પણ મોદીએ વાત કરીને જે લોકો ડાયાબિટીસથી પિડાય રહ્યા છે તેઓ રોગથી મુક્તિ માટે યોગ કરે છે. જે લોકોને યોગ થકી ડાયાબિટીસમાં નિયંત્રણ મળ્યુ હોય તેવા લોકોએ પોતાના અનુભવો #YogaFightsDiabetes પર શેર કરવા અપીલ કરી હતી.
