સિંધવાઈ પોલીસ ચોકી પાસે બોલેરો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ શોપિંગ સેન્ટર માં ઘુસી

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પાસે વીજ કંપની ની જીપ ના ચાલક નો સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા જીપ શોપિંગ સેન્ટરમાં જઈને ભટકાઈ હતી.

9af6ce36-99dc-4eac-a389-edb30c87ace8

ભરૂચ વીજ કંપની ના કર્મચારીઓ બોલેરો જીપ માં સવાર થઈ ને સેવાશ્રમ રોડ પાસે થી પસાર થઈ રહ્યા હતા ,તે અરસામાં જીપ ના ચાલકનો કોઈક કારણોસર સ્ટિયરિંગ પર નો કાબુ ન રહેતા જીપ નજીક માં આવેલ શોપિંગ સેન્ટર માં ઘુસી ગઈ હતી.

સર્જાયેલા અકસ્માતના પગલે સ્થાનિકો માં નાશભાગ મચી ગઈ હતી.જોકે સદ નશીબે કોઈ જાનહાની ન પહોંચતા સૌ એ રાહત અનુભવી હતી.

592a178d-2695-4284-9269-28c25b95b5c9

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વીજ કંપનીના જીપ ચાલકને ખેંચ આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય રહ્યું છે.