ભારત આઝાદ થયું ત્યારબાદ સૌપ્રથમવાર દેશમાં મીડિયા પર પ્રતિબંધ 28 જૂન 1975ના રોજ મૂકવામાં આવ્યો હતો.

લોકશાહીના કાળા પ્રકરણ સમી ઇમર્જન્સી વખતે આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશમાં આંતરિક અશાંતિના કારણને આગળ ધરી 25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સૂચન પર ઇમર્જન્સી જાહેર કરી દીધી હતી. જે 21 માર્ચ 1977ના રોજ પાછી ખેંચવામાં આવી હતી.

ઇમર્જન્સી લાગુ થયા બાદ હિન્દુસ્તાન ટાઇમ્સ, સ્ટેટમેન જેવા ઘણાં મીડિયા હાઉસના પાવર કટ કરી દેવામાં આવ્યા હતા.

26 જૂન, 1975ના રોજ પીએમઓ ઓફિસના જોઇન્ટ સેક્રેટરી પી.એન.બહલે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પહોંચીને ચાર્જ સંભાળી લીધો હતો.

13th January 1971:  Indira Gandhi (1917 - 1984), Prime Minister of India.  (Photo by Fox Photos/Getty Images)

તે સમયે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી દર રોજ 8 વાગ્યે ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરવામાં આવતા હતા પરંતુ તે દિવસે ન્યૂઝ બુલેટીનના બદલે ઇન્દિરા ગાંધીનો મેસેજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

ઇન્દિરા ગાંધીએ મીડિયા પર લોકોને ભડકાવી દેશમાં અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવી આ વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો.

અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા બાદ લગભગ બધા જ મુખ્ય મીડિયા હાઉસે તેમના એડિટોરિયલમાં શ્રીમતી ગાંધીને ત્યાગપત્ર આપી દેવાની સલાહ આપી હતી. જેનાથી શ્રીમતી ગાંધી સખત નારાજ થયા હતા.