હૈદરાબાદમાં એનઆઇએ રેડ પાડીને 11 જેટલા શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આઇએસઆઇએસ સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે એનઆઇએ દ્વારા 11 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ધરપકડ કરાયેલ તમામની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

અધિકારીઓએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ લોકો સીરિયામાં તેમના હેન્ડલર્સના સંપર્કમાં હતા અને ભારતમાં આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

એનઆઇએ દ્વારા હૈદરાબાદના ઘણાં સ્થળોએ છાપા મારવામાં આવ્યા હતા. જેમાં 15 લાખ કેશ અને મોટા પ્રમાણમાં હથિયાર તેમજ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.