મસાલા ભીંડા બનાવવા માટેની સામગ્રી

– 250 ગ્રામ નાના ભીંડા

– 1 ચમચી લાલ મરચું

– ½ ચમચી હળદર

– 1 ચમચી ધણાજીરું

– ½ ગરમ મસાલો

– ½ ચમચી ચાટ મસાલો

– 1 ચમચી ચણાનો લોટ

– 1 ચમચી શેકેલા સીંગદાણાનો ભૂકો

– 2 ચમચી કોથમીર

– 3-4 લસણની કળી

– સ્વાદાનુસાર મીઠું

– 2 ચમચી તેલ

– ચપટી હીંગ

મસાલા ભીંડા બનાવવાની રીતઃ

– સૌપ્રથમ ભીંડાને ધોઇને કાગળમાં મૂકવા જેથી કોરા થઇ જાય. ત્યારબાદ વચ્ચે ભીંડાની એક સાઇડે ચીરો કરવો. આ રીતે બધા જ ભીંડામાં કરવું.

– હવે ઉપર જણાવ્યા મુજબના બધા જ મસાલાને મિક્સ કરો. તેમાં અડધી ચમચી તેલ નાંખીને સરખી રીતે ભેળવી દો.

– તૈયાર કરેલા મસાલાને બધા જ ભીંડામાં સરખી રીતે ભરી લો.

– એક કઢાઇમાં તેલ મૂકીને હીંગનો વઘાર કરો. બધા જ ભીંડા તેમાં નાંખી ચઢવા દો.

– ભીંડા ચઢી જાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો. મસાલા ભીંડા તૈયાર છે.