અભિનેતા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા રાજ બબ્બરની મંગળવારે ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાઇ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, નબીએ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે કોઇનું નામ જાહેર કર્યું નથી.
ગુલામ નબીએ રાજ્યમાં ચૂંટણીલક્ષી અભિયાનમાં પ્રિયંકાના રોલ અંગે પણ કંઇ જણાવ્યું નહોતું. જોકે, તેમણે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે પ્રિયંકા ગાંધીને પાર્ટી તરફથી અમેઠી અને રાય બરેલી સાથે અન્ય સ્થળોએ પણ ચૂંટણી અભિયાનમાં સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.ઉપરાંત હિન્દી ફિલ્મો ના અભિનેતા અને કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક રાજ બબ્બર ની ઉત્તર પ્રદેશ ના કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.
