દેશમાં અને રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે લોકો ચિંતાતુર છે.
મેઘરાજાને રીઝવવા માટે લોકો અનેક યુક્તિઓ અજમાવતા હોય છે. સમગ્ર રાજ્યમાં મેઘ મહેર થયા બાદ ચોમાસાના આટલા દિવસો વીતવા છતાં વરસાદ નહી આવતા ભરૂચના શહેરીજનોએ વરસાદને રીઝવવાના ઉપાયો શરૂ કરી દીધા છે.
જે સંદર્ભમાં શહેરના શક્તિનાથ મંદિર ખાતે સખી સહિયર મંડળના સભ્યો દ્વારા મેઘરાજાને રીઝવવા માટે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.અને મેઘરાજા ને હેત વરસાવવા પ્રાર્થના કરી હતી.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/download-2-2-1024x576.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/download-4-1024x576.png)