ભરૂચ જિલ્લો ભૌગોલિક રીતે વિશાળ છે જેમાં આશરે 18 લાખ ની વસ્તી છે. જિલ્લામાં સરેરાશ વરસાદ 80 થી 90 ટકા થાય છે પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી મોસમનો ફક્ત 19 % વરસાદ થયો છે જે ચિંતા નો વિષય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે છેલ્લા 24 કલાક માં સમગ્ર જિલ્લા માં માત્ર ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ માં નર્મદા નદી ની સપાટી હાલ અત્યંત નીચા સ્તરે એટલે કે માત્ર 8 ફૂટ હોવાનું જાણવા મળ્યુ છે.
ભરૂચ જિલ્લા ના તાલુકાઓની વરસાદ ની આંકડાકીય માહિતી :-
| ભરૂચ જીલ્લાના તાલુકાઓ | વરસાદ ( છેલ્લા ૨૪ કલાક) મીમી | સરેરાશ સિઝન વરસાદ (મીમી) |
| ભરૂચ | 4 | 79 |
| અંકલેશ્વર | 19 | 97 |
| વાગરા | 4 | 51 |
| આમોદ | 15 | 46 |
| જંબુશર | 14 | 104 |
| વાલીયા | 13 | 66 |
| ઝઘડિયા | 7 | 57 |
| નેત્રંગ | 10 | 182 |
| (કુલ વરસાદ) | 93 | 749 |
