Connect Gujarat

ગુરૂ પૂર્ણિમાઃ બે મહાન આત્માઓને જ્યારે તેમની પત્નીઓએ ચીંધ્યો જીવનપથ

ગુરૂ પૂર્ણિમાઃ બે મહાન આત્માઓને જ્યારે તેમની પત્નીઓએ ચીંધ્યો જીવનપથ
X

અષાઢી પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ દિવસ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. લોકો આજના દિવસે પોતાના ગુરૂને વંદન કરે છે.

જરૂરી નથી કે ગુરૂ હંમેશા કોઇ સાધુ-સંત કે વૈરાગી વ્યક્તિ હોય. કોઇ વ્યક્તિ માટે તેની પત્ની, માં, કે પિતા, ભાઇ, બહેન કોઇપણ ગુરૂ હોઇ શકે છે. જે તમારા જીવનનો પથદર્શક બને તે ગુરૂ છે પછી સંબંધ ભલે ગમે તે હોય.

285f7eba-447d-4724-91e5-0f7d6425a28c

સંસ્કૃતના મહાકવિ કાલિદાસ વિશે સૌ કૌઇએ સાંભળ્યું હશે. તેમના વિશે એવું કહેવાય છે કે કાલિદાસ જન્મથી મૂર્ખ હતા. કાલિદાસ જ્યારે યુવાન હતા તે સમયમાં વિદ્યોત્તમા નામની રાજકુમારીને પોતાના જ્ઞાન માટે ખૂબ જ અભિમાન હતું. એકવાર કાલિદાસ જે ડાળ પર બેઠા હતા તે જ ડાળને કાપી રહ્યા હતા. આ જોઇને ત્યાંથી પસાર થતા બ્રાહ્મણોએ રાજકુમારીનું અભિમાન ઉતારવા કાલિદાસને સાથે લઇને રાજકુમારી પાસે ગયા.

બ્રાહ્મણોએ રાજકુમારીને કહ્યું કે આ મહાજ્ઞાની પુરુષ છે પરંતુ આજે તેમનું મૌન વ્રત છે. રાજકુમારીએ કાલિદાસને ઇશારામાં સવાલ પૂછતા તેનો સાચો જવાબ મળ્યો. આથી રાજકુમારીએ કાલિદાસ સાથે લગ્ન કરી દીધા. લગ્ન બાદ રાજકુમારીને જાણ થઇ કે કાલિદાસ મહામૂર્ખ છે. તેમને કાલિદાસ સાથે લગ્ન કરવાનો અફસોસ થયો. કહેવાય છે કે ત્યારબાદ કાલિદાસે માં કાળીની ઉપાસના કરી અને તેમને વિદ્યા પ્રાપ્ત થઇ.

3772c70e-3865-4b22-a110-ce84e97ae12a

કાલિદાસને વિદ્વાન બનેલા જોઇને તેમના પત્ની ખુબ જ ખુશ થયા પરંતુ કાલિદાસે કહ્યું કે તે મને જીવનનો રાહ ચીંધ્યો છે. માટે તુ હવે મારી પત્ની નહી પણ ગુરૂ છે.

આવી જ લોકવાયકા રામાયણને હિન્દી ભાષામાં રૂપાંતરિત કરનાર તુલસીદાસ વિશેની છે. કહેવાય છે કે તુલસીદાસ તેમની પત્ની પાછળ પાગલ હતા. એકવાર અડધી રાત્રે તેમની પત્નીને મળવા યમુના નદીને પાર કરીને ગયા હતા. આ જોઇને તેમની પત્નીએ તેમને મેણુ માર્યુ કે જેટલા આસક્ત તમે મારા માટે છો એટલા પ્રભુ માટે હોત તો સાક્ષાત પ્રભુ મળી જાત. તે દિવસે તુલસીદાસને પોતાની આસક્તિનું ભાન થયું અને તેમણે રત્નાવલીને હંમેશના માટે છોડી પ્રભુ તરફ જવાનો માર્ગ પસંદ કરી લીધો. આમ, કાલિદાસની જેમ તુલસીદાસને પણ જાણે અજાણે તેમની પત્નીએ માર્ગ ચીંધ્યો.

Next Story