સામગ્રી
– 3 મિડિયમ સાઇઝ બટાકા
– 3 ક્યુબ ચીઝ
– 3 લીલા મરચાં
– 1 ચમચી કોર્ન ફ્લોર
– 1 ચમચી લીલા ધાણા
– 2 ટામેટાંની પ્યુરી
– 3 ઝીણી સમારેલી ડુંગળી
– 2 ચમચી ક્રીમ
– 5 કળી લસણ
– 1 ચમચી લાલ મરચું.
– 1 ચમચી ગરમ મસાલો
– 1 ચમચી બટર
– 2 ચમચી તેલ
– ½ ઇંચ આદુનો ટુકડો
– 3 ચમચી કાજુના ટુકડા
– જરૂરિયાત મુજબ મીઠું
કોફતા કરી બનાવવાની પધ્ધતિ
– બટાકાને બાફી તેનો છુંદો કરી તેમાં ચીઝ, કોર્ન ફ્લોર, મીઠું, ઝીણાં સમારેલા મરચાં ભેળવી કોફતા બનાવી તેલમાં તળી લો.
– એક વાસણમાં તેલ મૂકી ડુંગળીને સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
– પેસ્ટ આછા બદામી રંગની થાય ત્યારે તેમાં મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખવો.
– ત્યારબાદ તેમાં ટામેટાંની પ્યુરી અને કાજુની પેસ્ટ નાંખવી. ગરમ મસાલો, કસૂરી મેથી, બટર અને મીઠું નાંખી થોડીવાર ઉકળવા દેવું.
– બરાબર ઉકળી જાય પછી ગેસ બંધ કરવો. તૈયાર થયેલી ગ્રેવીને કોફતા પર રેડી સર્વ કરવું.
