મૃતક યુવતીના પિતાની પોલીસ ફરિયાદ બાદ યુવકની ધરપકડ કરતી પોલીસ

અંકલેશ્વર જીઆઇડીસી માં રહેતી એક આશાસ્પદ 15 વર્ષીય યુવતી એ પ્રેમીના ત્રાસથી કંટાળી જઈને ગળે ફાંસો ખાય ને જીવન ટૂંકાવ્યું હતું.મૃતક યુવતીના પિતાએ યુવક સામે આપઘાત માટે દુષ્પ્રેરણ અંગે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક માં મોતને વ્હાલુ કરનાર સગીર યુવતી ના પિતા દ્વારા દર્જ કરવામાં આવેલ ફરિયાદ અનુસાર તેઓની 15 વર્ષીય દીકરી જીઆઇડીસી ની એક શાળા માં અંગ્રેજી માધ્યમ માં ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી,અગાઉ જયારે તેઓ શહેર વિસ્તાર માં રહેતા હતા ત્યારે તેઓની દીકરી ત્યાં ની શાળા માં ભણતી હતી.

53315122-1721-450f-96a4-0b59610b3140

બન્યું કઈંક એવું હતું કે યુવતી ને શહેરની વૈશાલી સોસાયટી માં રહેતો વિવેકસીંગ સંજીવસિંગ ઉ.વ.19 નાઓ સાથે પ્રેમ સંબંધ હતા,પરંતુ તેઓ વચ્ચે અણબનાવ બન્યો હતો,અને આ અંગે યુવતીએ તેના પરિવારજનો ને પણ વાત કરી હતી.વિવેક થી દૂર રહેવાનું વિચારતી યુવતીને તે તેમ છતાં હેરાન કરતો હતો,જેના ત્રાસથી યુવતીના પિતા જીઆઈડીસી માં રહેવા માટે આવી ગયા હતા અને દીકરીનું એડમિશન પણ અત્રેની શાળા માં લીધું હતું.

જોકે વિવેકસીંગ નો ત્રાસ ઓછો થયો નહતો અને તે યુવતી તેમજ તેના પિતા ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.જેનાથી ત્રસ્ત થઇ ને યુવતીએ પોતાના ઘરના સભ્યો રાત્રી દરમિયાન સુતા હતા ત્યારે રસોડા ની છત ના હુક માં દુપટ્ટા નો ફંદો બનાવી ને ગળેફાંસો ખાય ને જીવનલીલા શંકેલી લીધી હતી.સવારે ઘટના અંગે પરિવારજનો ને જાણ થતા પોલીસ ને માહિતી આપી હતી.

જીઆઇડીસી પોલીસે યુવતીના પિતાની ફરિયાદ દર્જ કરીને પ્રેમી યુવક વિવેકસીંગ ની ધરપકડ કરીને વધુ તાપસ હાથ ધરી છે.