જાણીતી ઓટોમોબાઇલ કંપની ટોયોટાએ તેનું ઇનોવા ક્રિસ્ટા મોડેલ હવે પેટ્રોલ એન્જિનમાં પણ લોન્ચ કર્યું છે. અગાઉ આ મોડેલ માત્ર ડિઝલ એન્જિનમાં જ ઉપલબ્ધ હતું.

ટોયોટા દ્વારા પેટ્રોલ એન્જિનમાં બે અલગ-અલગ વેરિયન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેની કિંમત (દિલ્હીના એક્સ શો રૂમ મુજબ) 13.72 અને 19.62 લાખ છે.

આ કારમાં 2.7 લિટર પેટ્રોલ એન્જિનમાં 164 બીએચપી પાવર 245 એનએમનો ટોર્ક આપે છે. જોકે, ડિઝલ એન્જિનની સરખામણીએ પેટ્રોલ એન્જિનનું માઇલેજ ઓછું છે.

પેટ્રોલ એન્જિનવાળા બંને વેરિયન્ટમાં મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિયન્ટનો સમાવેશ થાય છે. કંપનીએ દાવો કર્યો છે કે ઓટોમેટિક વેરિયન્ટનું માઇલેજ મેન્યુઅલ કરતા વધુ છે.

ટોયોટાના બધા જ વેરિયન્ટમાં 3 એરબેગ્સ, એબીએસ-ઇબીડી અને બ્રેક આસિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ટોપ વેરિયન્ટમાં 7 એરબેગ્સ, વ્હિકલ સ્ટેબિલીટી અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા ફીચર્સ પણ મળશે. તદઉપરાંત ઓટોમેટિક એલઇડી પ્રોજેક્ટર હેડ લેપ્સ, એબિયેન્ટ ઇલ્યુમિનેશન, કુલ્ડ ગ્લવબોક્સ અને રિયર ઓટો જેવા કમ્ફર્ટ ફીચર્સનો પણ સમાવેશ થાય છે.

રાજધાની દિલ્હીમાં ડિઝલ કાર પર પ્રતિબંધના કારણે ટોયોટાના સૌથા વધુ વેચાતા બે મોડેલ ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનરને સૌથી મોટો ફટકો પડ્યો હતો.