કપિલ શર્માએ તાજેતરમાં લગ્ન કરી લીધા છે અને તે પણ બોલિવૂડની જાણીતી હિરોઇન જેક્લિન ફર્નાન્ડિઝ સાથે!

જેક્લિન પોતાની ફિલ્મ ‘ફ્લાઇંગ જટ’ના પ્રમોશન માટે કપિલ શર્માના શો પર આવશે ત્યારે શોના ભાગરૂપે તે કપિલ સાથે લગ્ન બંધનમાં બંધાયેલી જોવા મળશે.

unnamed (4)

કપિલના દરેક શોમાં તે હિરોઇનો સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે. પરંતુ ‘ઢિશુમ’ના પ્રમોશન માટે જ્યારે જેક્લિન આવી હતી ત્યારે કપિલે તેના પ્રેમનો એકરાર કર્યો હતો. હવે જ્યારે જેક્લિન ‘ફ્લાઇંગ જટ’ના પ્રમોશન માટે શોમાં પહોંચશે ત્યારે કપિલ સાથે લગ્ન કરતી જોવા મળશે અને આ પ્રસંગે આશિર્વાદ આપવા કપિલની માતા પણ શોમાં હાજર રહેશે.

KAPIL ‏@KapilSharmaK9 Tweet

u make me the happiest man @Asli_Jacqueline promise me u take me shopping,outdoor,gifts n will take care of me 4ever

unnamed (6)

કપિલે શોમાં પોતાના બનાવટી મેરેજ અંગે ટ્વિટ પણ કર્યું હતું અને જેક્લિનને કહ્યું છે કે તે મને સૌથી સુખી માણસ બનાવ્યો છે. મને પ્રોમિસ કર કે તું મને શોપિંગ કરવા લઇ જઇશ. ફરવા લઇ જઇશ, ભેટ-સોગાદો આપીશ અને હંમેશા મારું ધ્યાન રાખીશ.