પ.પૂ.શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ના નિધન બાદ તેઓના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામી બિરાજમાન થયા છે.
જાણવા મળ્યા મુજબ પ્રમુખ સ્વામી મહારાજે 20 જુલાઈ 2012 ના રોજ એક નિયુક્તિ પત્ર લખ્યો હતો અને જેમાં તેઓએ પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામી ને અનુસરવા જણાવ્યુ હતુ.મહંત સ્વામી(કેશવજીવનદાસ સ્વામી)બોચાસણવાસી અક્ષરપુરસોત્તમ સ્વામી નારાયણ સંસ્થા ના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ની ગુણાતીત ગુરુ પરંપરા ના છઠ્ઠ। ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/m2.jpg)
મહંત સ્વામી નો જન્મ જબલપુર મધ્યપ્રદેશ માં 13 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો.તેઓએ B.sc માં એગ્રિકલચર સુધીનો અભ્યાસ કર્યો છે.મહંત સ્વામીનું બાળપણ નું નામ વિનુ હતું તેઓના માતા અને પિતા પણ તેમને વિનુ ના નામ થી બોલાવતા હતા,તેમનો પરિવાર સ્વામિનારાયણ ભગવાન માં અતૂટ શ્રદ્ધા ધરાવતો હતો.મહંત સ્વામી હવે પ્રમુખ સ્વામી ના ઉત્તરાધિકારી બન્યા છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યો ને આગળ ધપાવીને સ્વામીશ્રી ના જીવન અને સંદેશને તેઓ પ્રસરાવશે.
