અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરીની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ હતુ, રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે નિરવ ચાઈલ્ડ પ્લેકોર્નર વિભાગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.

રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ તારીખ 14મી ઓગષ્ટ ના રોજ અંકલેશ્વર શહેર ખાતેની જે.એન.પીટીટ લાયબ્રેરીમાં બાળકોની નૈસર્ગીક કુતુહલતાનો વિકાસ થાય અને તેમની સર્જનાત્મક શક્તિનો વિસ્તાર થાય તે માટે સંકુલમાં અલાયદો પ્લેકોર્નર બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

8

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, સત્તાપક્ષના નેતા જનકશાહ, માજી ઉપપ્રમુખ સુધિર ગુપ્તા, લાયબ્રેરીનાં સંચાલકો દક્ષાબેન શાહ,ચેતન શાહ, ભૂપેન્દ્ર શ્રોફ, ડો.લતા શ્રોફ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ તબક્કે જણાવ્યુ હતુ કે રાજ્યની ભાજપા સરકારે વાંચે ગુજરાત, ખેલે ગુજરાત વિચાર અંતર્ગત ભાવિ પેઢીમાં જ્ઞાનની વૃદ્ધિ થાય તે જ દિશામાં અંકલેશ્વરમાં જે.એન.પીટીટ લાયબ્રેરીએ ભાવિ પેઢીમાં કૌશલ્યના ગુણોની નીરખી ઉઠે તે માટે જે પ્લેકોર્નર ઉભો કર્યો છે તે આવકાર દાયક છે.

9

આ તબક્કે ઈશ્વરસિંહ પટેલે લાયબ્રેરીની માળખાકીય સુવિધા અર્થે પંડવાઈ શુગર ફેક્ટરી થકી રૂપિયા 50,000 ના અનુદાનની જાહેરાત પણ કરી હતી.