ભરૂચ જિલ્લા ના ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી પ્રસંગે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/p3-1-1024x576.jpg)
ભરૂચ જિલ્લા માં તસવીરો ને કેમેરે કંડારી ને સદા માટે જીવંત રાખતા ફોટોગ્રાફરો માટે આજનો દિવસ ખુબ જ યાદગાર માનવામાં આવે છે.19 ઓગષ્ટ 1939 ના દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિવસની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારથી ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/p4-1024x576.jpg)
ભરૂચ જિલ્લા માં વસતા અને ફોટોગ્રાફી ના વ્યવસાય સાથે સંકળાયેલા ફોટોગ્રાફરો એ વિશ્વ ફોટોગ્રાફી દિવસ પ્રસંગે ભરૂચ શહેર માં એક બાઈક રેલી નું આયોજન કર્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા ફોટોગ્રાફરો અને વિડીયો ગ્રાફર ઉપસ્થિત રહયા હતા.
