ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમણલાલ વોરાની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દલિત નેતા રમણલાલ વોરાએ શનિવારે જ વિધાનસભા અધ્યક્ષ માટે પોતાનું ફોર્મ સુપરત કર્યું હતું. આ પોસ્ટ માટે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા જ્યારે ડેપ્યુટી સ્પીકર માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે કોન્ટેસ્ટ થશે.
રમણલાલ વોરા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં મંત્રી હતા. જોકે નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
