Connect Gujarat
ગુજરાત

સુરતમાં એક કારમાં અચાનક લાગી આગ

સુરતમાં એક કારમાં અચાનક લાગી આગ
X

સુરતના વેંસુ વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધી કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

શહેરના વેંસુ વિસ્તારમાં એક કારમાંથી ધુમાડા નીકળતા રાહદારીઓએ કારચાલકનું તે તરફ ધ્યાન દોર્યું હતું. રાહદારીએ કારચાલકને કહ્યા બાદ કારચાલક તુંરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમના બહાર નીકળવાની સાથે જ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી.

જોતજોતામાં આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ આગની ઘટના વિશે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની બે ગાડી ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી. જોકે, ત્યાં સુધી કાર બળીને ખાખ થઇ ગઇ હતી. કારમાં આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. જોકે, ફાયર વિભાગનું અનુમાન છે કે સીએનજી હોવાના કારણે આગ લાગી હોઇ શકે.

Next Story