અંકલેશ્વર ને.હા.નં 8 આમલા ખાડી ના બ્રિજ ઉપર ટ્રક ચાલકે બાઈક પર સવાર યુવાન ને અડફેટમાં લેતા તેનું કરુણ મોત નીપજ્યુ હતુ.

મુળ મધ્યપ્રદેશ ના અને હાલ માં અંકલેશ્વર માં રહેતા 32 વર્ષીય સમસીંગ ગોરસીંગ મકોડીયા પોતાની બાઈક લઈને પાનોલી જીઆઇડીસી માં કામ અર્થે જઈ રહ્યા હતા, તે અરસામાં ને.હા.નં 8 આમલા ખાડી બ્રિજ ઉપર એક ટ્રક ચાલકે બાઈક ને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.

34c26a6e-754a-4ddb-bf61-a1afe7479edc

સર્જાયેલા અકસ્માત માં સમસીંગ મકોડીયા નું ગંભીર ઈજાઓ ના પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યુ હતુ.