23મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાત થી દેશવાસીઓ ને સંભોધન કરતા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 23મી વખત દેશવાસીઓ ને મન કી બાત થકી સંબોધન કર્યું હતુ,તેઓએ ઓલિમ્પિક્સ ની રમતો પર ભાર મુક્યો હતો.અને પી.વી.સિંધુ,સાક્ષી મલિકને ઓલિમ્પિક્સ માં મેડલ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ દિપા કરમાકર,અભિનવ બિન્દ્રા,લલિતા બાબર,વિકાસ યાદવના પ્રદર્શન ની પ્રશંસા કરી હતી.જયારે હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદ ને શ્રદ્ધાંજલિ આપી હતી.
PM મોદીએ 5 સપ્ટેમ્બર ના રોજ દેશ ના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજ્યંતિ પ્રસંગે ઉજવાતા શિક્ષક દિન અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે માતા બાદ એક બાળક ના જીવન માં શિક્ષક ની ભુમિકા ખુબ મહત્વની હોય છે.મોદીએ આ માત્ર શિક્ષક દિન નહિ પરંતુ શીખવાનો દિવસ પણ છે.
જયારે ગણેશ ઉત્સવ અને દુર્ગા પૂજા પર થતા પ્રદુષણ અંગે પણ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી.
