બારડોલીના કેદારેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ વદ આઠમથી અમાસ સુધી બારડોલીના બ્રાહ્મણ સમાજ દ્વારા છેલ્લા 177 વર્ષોથી અવિરત ચાલતી શિવ સ્મરણ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે.

બારડોલી પંથકમાં વસતા બ્રહ્મ સમાજના વડવાઓ દ્વારા છેલ્લા 177 વર્ષોથી સતત ચાલી આવતી શિવ સ્મરણ સપ્તાહ શરૂ થયો છે. જે બારડોલીના જાગનાથ મંદિરથી શ્રાવણ વદ આઠમના દિવસે શોભાયાત્રા સ્વરૂપે નીકળી પગપાળા કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. તે સાથે જ શિવના સ્મરણ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ શિવ સ્મરણ સપ્તાહ દેશભરમાં દ્વારકા, બારડોલી અને કલકત્તા ખાતે કરવામાં આવે છે. આ સપ્તાહ વડવાઓ દ્વારા 177 વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી. જે આજે પણ બ્રાહ્મણોની પેઢીઓ ચલાવી રહી છે.

આ સાત દિવસો દરમિયાન સતત ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે. તેથી, તેને શિવ સ્મરણ સપ્તાહ કહેવામાં આવે છે.