અંકલેશ્વર શહેરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર શહેરની જે.એન.પીટીટ લાયબ્રેરી અને નિરવ એજ્યુકેશન પ્લે કોર્નર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઇન્ટર સ્કુલ વોલ પેઇન્ટિંગ સ્પર્ધા નું આયોજન તારીખ 1 સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવ્યુ હતુ.

આ સ્પર્ધામાં 10 જેટલી શાળા ના 52 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો,અને વોલ પેઇન્ટિંગ થકી નગરજનો ને સ્વચ્છતા અંગેની જાગૃતતા લાવવાનો સંદેશો પાઠવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત ગેસ અંકલેશ્વરના વાઇસ પ્રેસિડન્ટ મનિષ ગોસ્વામી સહિત ના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.