સંત શિરોમણી વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા અર્થે ભરૂચ ઝાડેશ્વર ખાતેના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરે ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો.

IMG_9103

આ પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ,સાંસદ મનસુખ વસાવા,ભાજપ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર,ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત મોટી સંખ્યમાં હરિ ભક્તો ઉપસ્થિત રહીને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

IMG_9101

આ પ્રસંગે ડોક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ સાથેની અવિસ્મરણીય પળો ને યાદ કરી હતી,જયારે હરિ ભક્તો અને સંતો એ ધૂન અને આરતી થકી વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.