પોલીસ મથકોની સાથે સેવા પણ ગુણવક્તા યુક્ત બનશે?
નર્મદા પોલીસનું રાજપીપળા ડિવિઝન તેના અંતરીયાળ ૩ પોલીસ મથકો રાજપીપલા, દેડિયાપાડા, સાગબારા સાથે ISO 9001 : 2008 સર્ટીફાઇડ કરવામાં આવ્યા છે.
પોલીસની વ્યસ્ત કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી , વી.આઇ.પી બંદોબસ્ત તથા સ્ટાફની અછત હોવા છતા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા તથા રાજપીપળા ડિ.વાય.એસ.પી મનોહરસિંહ જાડેજાએ જુદી જુદી ટીમો બનાવીને પોલીસ મથકોને સુવિધા થી સજ્જ કરવા માટે જહેમત ઉઠાવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/d040d625-7901-4969-8e1e-9585b1a9a901-e1473163876929-704x1024.jpg)
સમગ્ર ગુજરાતમાં રાજપીપળા બીજુ સબ ડિવિઝન બન્યુ છે. ઉલ્લેખનીય છે કે, ISO 9001 : 2008 સર્ટીફાઇડ પોલીસ મથક ની જીલ્લાની જનતાને રોજેરોજ ની કામગીરીમાં સરળતા રહેશે. નર્મદા જીલ્લામાં અન્ય કોઇ જ સરકારી કચેરીઓ આવા ઉચ્ચ પ્રકારના કવોલીટી સ્ટાન્ડર્ડથી સુસજ્જ નથી.
ISO 9001 : 2008 સર્ટીફીકેટ થી પોલીસની કામગીરીમાં સુધારો થશે :-
– પોલીસના દરેક જુદા જુદા ડીપાર્ટમેન્ટની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર નક્કી કરવામાં આવી છે અને તેની અમલવારી કરવામાં આવી.
– દરેક ફાઇલ અને રેકર્ડને એક અલગથી નંબર આપવો, તેનો કલર કોડ નક્કી કરવો અને સબ ડીવીઝનના તમામ પો.સ્ટેમાં એક સરખી વ્યવસ્થા રાખવી.
– જુના રેકર્ડને અલગ તારવી વર્ષ વાઇઝ તેના અલગ ડીઝાઇન કરેલા બોકસમાં જ રાખવો.
– પો.સ્ટેનો મુદ્દામાલ વર્ષ પ્રમાણે અલગ તારવીને સ્ટીકર લગાવીને રાખવો.
– જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં એક જ સરખી ડીઝાઇન અને કલરના સ્પષ્ટ ડીસ્પ્લે બોર્ડ લગાવવા.
– પો.સ્ટે ખાતે મહિલા હેલ્પ ડેસ્ક બનાવવી.
– પો.સ્ટેના દરેક સ્ટાફને કામની ગુણવતા સુધારવા માટેનું ટ્રેનીંગ કેલેન્ડર બનાવવુ તથા રેગ્યુલર ટ્રેનીંગ આપવી અને પરીક્ષા લઇ ને તેઓના કામની ગુણવતા નક્કી કરવી.
– પોલીસ સ્ટાફને વાણી અને વર્તન સુધારવા માટે અલગથી ૩ દિવસની ટ્રેનીંગ દર વર્ષે આપવી.
આમ, નર્મદા પોલીસ દ્વારા ઉપરોક્ત કામગીરી કરીને પોલીસ મોર્ડનાઇજેશન ની ખુબ સારી કામગીરી કરવામાં આવી છે.
